BANK NAME:- BANK OF INDIA
ACCOUNT NO:- 018820110000253
IFSC CODE:- BKID0000188
BRANCH:- LALBAUG
ACCOUNT TYPE:- CURRENT
નીચેના નિયમોનો ભંગ કરનારા અને નિયમો મુજબ નહીં વર્તનાર પાસેથી આરોગ્યધામના બ્લોક તરત ખાલી કરાવવામાં આવશે. તથા ડીપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે તેમજ બીજીવાર આરોગ્યધામની જગ્યા વપરાશ માટે આપવામાં આવશે નહીં.
૧) આરોગ્યધામની જગ્યા હવાફેર તથા આરામ માટે કામચલાઉ ધોરણે સંસ્થાના નિયમોને આધીન વપરાશ માટે આપવામાં આવે છે.
૨) રજાચીઠ્ઠી મેળવનાર સિવાયના અન્ય કુટુંબને જગ્યાનો કબ્જો અપાશે નહી તેમ જ રહેવા દેવામાં આવશે નહી. ગેરઉપયોગ કરનારની રજાચીઠ્ઠી રદ્ કરવામાં આવશે અને તેની ડીપોઝીટ જપ્ત કરી શકાશે.
૩) અરજીપત્રકની સાથે નિયત કરેલી રકમ ડીપોઝીટ તરીકે આપવાની રહેશે. અને અરજી મંજુર થયેથી વપરાશ ચાર્જની રકમ ભરી રજાચીઠ્ઠી મેળવવાની રહેશે. અરજી નામંજૂર કરવાના કારણો આપવામાં આવશે નહીં.
૪) આ આરોગ્યધામની જગ્યા ફકત શાકાહારીઓને જ વપરાશ માટે મળશે. (મધપાન-જુગાર નિષેધ છે.)
૫) અરજદારે અરજીમાં પુરેપૂરી વિગતો લખવાની રહેશે અધૂરી કે ખોટી વિગતોવાળા અરજીપત્રક પર વિચારણા કરવામાં આવશે નહીં.
૬) બિમાર વ્યક્તિ રહેવા આવનાર હોય તો તેની માંદગીની પૂરી વિગતો તથા તબીબી પ્રમાણપત્ર સાથે આપવાનું રહેશે. પરંતું મગજની અસ્થિરતાવાળા કે ક્ષય, કોલેરા તથા બીજા ચેપી રોગોવાળા માણસોને રહેવા દેવામાં આવશે નહીં.
૭) બ્લોકના વપરાશ માટે મંજૂર થયેલ તારીખથી નિયત કરેલ મુદતમાં ત્યાં રહેવા પહોચીં જવાનું રહેશે. અન્યથા રજાચીઠ્ઠી રદ્દબાતલ થયેલી ગણવામાં આવશે. આ રજાચીઠ્ઠી બીજાના નામે ટ્રાન્સફર કરી શકાશે નહીં.
૮) વપરાશકારે બ્લોકનો કબ્જો લેતા પહેલા મેનેજર પાસે જરૂરી નોંધ કરાવવાની રહેશે.
૯) અરજીપત્રકમાં જણાવેલા નામો ઉપરાંત ટૂંક સમય માટે તે જગ્યામાં રહેવા આવનાર નામ આદિ વિગતો ફરજીયાત નોંધાવવાની રહેશે.
૧૦) આરોગ્યધામની જગ્યાનો કાયદેસરનો હક્ક તથા કબજો સંસ્થાને અને તેના વતી સંસ્થાના ટ્રસ્ટીઓનો તેમ જ અધિકારીઓનો રહેશે. મજકૂર જગ્યા માત્ર વપરાશ માટે અરજદારને કે તેની સાથે રહેવા આવનારને નિયમાધીન કામચલાઉ ધોરણે આપવામાં આવે છે, તેથી તે જગ્યામાં તેમના ભાડુત તરીકેના કે અન્ય કોઈપણ હક્ક પ્રાપ્ત થતા નથી અને તેઓ કોઈપણ સંજોગોમાં હક્ક દાવો તેઓ કરી શકશે નહીં.
૧૧) રજાચીઠ્ઠી મળી ગયા પછી એ રદ્દ કરાવવાની હશે તો સંસ્થાના નિયમ મુજબ કપાત કરી, બાકીની રકમ પરત કરવામાં આવશે.
૧૨) આરોગ્યધામની જગ્યા જે હેતુઓ માટે વપરાશ માટે આપવામાં આવી છે તે સિવાય આ જગ્યાનો ઉપયોગ ધંધાકીય કે અન્ય અમાન્ય, પ્રતિબંધિત, ગેરકાનૂની કે અસામાજીક હેતુઓ માટે નથી.
૧૩) કોઈપણ વ્યક્તિ બીજાઓના નામે અરજી કરી આરોગ્યામનો લાભ લેતો જણાશે અગર અગાઉથી જેમના નામો ન નોંધાવેલા હોય તેવી વ્યક્તિઓ કોઈપણ રહેતી જણાશે તો તેમને તથા સાથે રહેનાર સઘળાને તરત જ તે જગ્યા ખાલી કરાવવામાં આવશે.
૧૪) કોઈપણ કારણસર આરોગ્યધામના સંચાલકો તરફથી વપરાશ માટે મળેલી જગ્યા ખાલી કરી આપવાનું જણાવવામાં આવતા તેણે તે જગ્યા તુરંત ખાલી કરી આપવાની રહેશે. ખાલી કરવાના કારણો આપવા સંચાલકો બંધાયેલા નથી.
૧૫) બ્લોકનો કબ્જો લેતી વખતે સાથે આપવામાં આવતી દરેક નાની-મોટી વસ્તુઓની યાદી વપરાશકારે કર્મચારીની યાદી સાથે જોઈ, તપાસી, મેળવી તથા ગણી લેવી. જગ્યા પાછી આપતી વખતે તે બધી વસ્તુઓ પૂરેપૂરી અને મૂળ હાલતમાં સુપ્રત કરવાની રહેશે.
૧૬) વપરાશ માટે આપવામાં આવેલા બ્લોકમાં તથા આરોગ્યધામના આખા સંકૂલમાં પૂરતી સ્વચ્છતા રાખવી અને માલ - મિલકતની પૂરતી કાળજીથી જાણવણી કરવી, ક્યાંય ગંદકી ગેર-ઉપયોગ કે કોઈ જાતનું નુકશાન કરવું નહીં કે ઉપરથી કચરો નીચે ફેંક્યો નહીં. જગ્યામાં ક્યાંય ખીલા વિગેરે ખોડવા નહીં તથા આપેલી ચીજોનો દુરુપયોગ કરવો નહીં.
૧૭) વપરાશ માટે આપવામાં આવેલા ગાદલા નીચે કંતાન પાથરવા તથા ગાદલા, તકીયા વગેરે ખોલ કે ઓછાડ વગર વાપરવા નહીં. તથા નાના બાળકો હોય તો ગાદલા ઉપર રબ્બર વિગેરે પાથરીને વપરાશ કરવો. ગાદલા વિગેરે કોઈ પણ કારણે ખરાબ થશે તો તેને ધોલાઈ ખર્ચ અને ફરીથી થનાર ભરાઈ ખર્ચ વિગેરે લેવામાં આવશે.
૧૮) આરોગ્યધામની વસ્તુઓ બહાર લઈ જવા દેવામાં આવશે નહીં.
૧૯) આરોગ્યધામમાં રહેનારા કે તેમને મળવા આવનારાઓ તરફથી અન્ય રહેનારાઓને ત્રાસરૂપ થાય તેવું વર્તન, ગેરશિસ્ત કે પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરવી નહીં.
૨૦) આરોગ્યધામમાં રહેવા આવનાર પોતાના હિસાબેને જોખમે આરોગ્યધામમાં રહેશે તેમની કોઈચીજ-વસ્તુઓ ગુમાઈ જાય કે ચોરાઈ જાય કે અન્ય કોઈપણ પ્રકારે કંઈ નુકશાન કે ઈજા થાય તો તેની જવાબદારી સંસ્થાની કે તેના સંચાલકોની રહેશે નહીં.
૨૧) આરોગ્યધામમાં રહેવા આવનારને આપવામાં આવેલી જગ્યા કે સર-સમાન શિવાય આરોગ્યધામની બીજી કોઈ જગ્યા કે સર-સામાનનો ઉપયાગે કરી શકશે નહીં
૨૨) આરોગ્યધામમાં જે પ્રવૃત્તિ માટે જે નિયમો મુકરર કરેલ હશે તેનું યોગ્ય રીતે કડક પાલન કરવાનું રહેશે.
૨૩) આરોગ્યધામમાં બપોરના ૧ થી ૪ તથા રાત્રે૧૦ થી સવારના ૬ વાગ્યા સુધીનો સમય શાંતિનો સમય રહેશે અને તે સમય દરમ્યાન રમત-ગમત, રેડીયો કે અન્ય કોઈરીતે પણ ઘોંઘાટ, અવાજ કરવાની સખ્ત મનાઈ છે.
૨૪) આરોગ્યધામમાં રહેવા આવનાર વ્યક્તિને કોઈપણ જાતના પશુ-પંખીઓ સાથે લાવવા દેવામાં આવશે નહીં.
૨૫) રહેવા કે મળવા આવનાર પોતાની સાથે મોટરકાર લાવેલ હશે તો અગાઉથી પરવાનગી લઈને તથા મોટરનંબર નોંધાવીને મોટર રાખવા દેવામાં આવશે. પાર્કીંગચાર્જ :- (સંસ્થાના નિયમોને આધીન લેવામાં આવશે.)
૨૬) પોતાને રહેવા માટે મળેલ જગ્યાનો તથા આરોગ્યધામની અન્ય જગ્યાનો ઉચિત રીતે, અન્ય કોઈને નડતર વિના ઉપયોગ કરવો, સમગ્ર મકાન, કમ્પાઉન્ડ, બગીચા વિગેરેમાં ક્યાંય કોઈ જાહેરાત, લખાણ કે કાગળીયા લગાડવા નહીં કે અન્ય કોઈ રીતે નુકશાન પહોંચાડવું નહીં.
૨૭) આરોગ્યધામના ટ્રસ્ટીઓ, અધિકારીઓને તપાસ માટે બ્લોકમાં પ્રવેશવાનો કોઈપણ સમયે હક્ક રહેશે અને તેનો વપરાશકાર પ્રતિકાર કરી શકાશે નહીં.
૨૮) ટેલીફોન વપરાશ / ઉપયોગ નિયમાધિન રહેશે.
૨૯) આરોગ્યધામ અંગે કાંઈપણ ફરિયાદ કે તકરાર હોય તો મેનેજર કે કર્મચારીઓ સાથે વાદવિવાદ ન કરતાં ફરિયાદ પોથીમાં ફરિયાદ લખવી. કોઈપણ ફરિયાદ કે વરવાંધા અંગે ટ્રસ્ટીઓ / અધિકારીઓનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
૩૦) આરોગ્યધામના બ્લોક દર મહિનાની ૧ અથવા ૧૬ તારીખથી વપરાશ માટે ફાળવવામાં આવશે.આરોગ્યધામના બ્લોકનો કબ્જો સવારના ૮ થી ૬ સુધી મળશે.
૩૧) બ્લોક કે અન્ય કોઈપણ ચીજ-વસ્તુના વપરાશ માટેની મુદ્દત પૂરી થયેલી અગર અન્ય જણાવેલ કે ન જણાવેલ કારણોસર વપરાશ હક્ક રદ્દબાતલ કર્યેથી તેજ વખતે જગ્યાનો તથા મળેલ અન્ય તમામ સર-સામાનનો કબજો. મૂળ હાલતમાં- ટ્રસ્ટીઓ, અધિકારીઓ, અધિકૃત કર્મચારીઓને સોંપી દેવાનો રહેશે. જો તેમ કરવામાં રહેનાર નિષ્ફળ જશે તો. સત્તાની રૂએ યોગ્ય રીતે કબ્જો લઈ લેવામાં આવશે.
૩૨) ઉપર જણાવેલ ધારાધોરણો અને નિયમો ઉપરાંત વખતોવખત જે કાંઈ સુધારા -વધારા કરવામાં આવશે તે અરજદાર તથા તેની સાથે રહેનારાઓને બંધનકર્તા રહેશે.
33) આરોગ્યધામના વપરાશ ચાર્જની તથા અન્ય સર-સામાનના ચાર્જની તથા અન્ય સેવાઓ માટેના ચાર્જની રકમો વખતોવખત સંચાલકો તરફથી નક્કી કરવામાં આવશે અને તે વપરાશકારે ભરવાની રહેશે.
૩૩) ઉપરોક્ત તમામ નિયમોનો તથા વખતોવખત જે કંઈ નિયમો કે આદેશ બહાર પાડવામાં આવે તેનો અનાદર કે ભંગ કરનાર અને નિયમો મુજબ નહીં વર્તનાર પાસેથી આરોગ્યધામના બ્લોક તરત જ ખાલી કરવામાં આવશે તથા ડીપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે.
૩૪) બ્લોક કે વપરાશ માટે લીધેલી કોઈપણ ચીજ-વસ્તુને નુકશાન થયું હશે કે તૂટફૂટ થઈ હશે કે ગુમ થયેલ હશે તો તે સંસ્થાએ નક્કી કરેલ રીતે વપરાશકારે ભરપાઈ કરી આપવાની રહેશે તે પછી જ ડીપોઝીટની રકમ પરત કરવામાં આવશે.
૩૫) નિયમના ભંગ માટે અન્ય કારણસર બ્લોક ખાલી કરાવવા જતાં સંસ્થાને જે નુકશાની કે કાર્યવાહીનો ખર્ચ થયેલ હશે તે વપકાશકારે ભરપાઈ કરી આપવાની રહેશે.
૩૬) નિયમોના ભંગ કરનારને બીજીવાર આરોગ્યધામની જગ્યા વપરાશ માટે આપવામાં આવશે નહીં.
૩૭) જે અરજીપત્રક નામંજૂર કરવા જેવું હશે અગર જેમને આરોગ્યધામની યુનીટ વપરાશ માટે નિયમાનુસાર નહીં આપવાનો હશે. તેમને શરતચૂકથી વપરાશની મંજૂરી અપાઈ ગઈ હશે તો ખબર પડતા પાછળથી તે રદ્દ કરી બ્લોક ખાલી કરાવવામાં આવશે.
૩૮) ઉપરોક્ત નિયમોમાં ફેરફાર તથા નવાનિયમો કરવાનો મહાજનશ્રી ને/ સંસ્થાને હકક રહેશે અને તેના સર્વ નિયમો બંધનકર્તા ગણાશે.
૩૯) વધારાના ગાદલા કે સર સામાન નિયત કરેલ સમય દરમ્યાન જ આપવામાં આવશે.
૪૦) આરોગ્યધામનું પ્રવેશદ્વાર રાતના ૧૧.૦૦ વાગે બંધ કરવામાં આવશે. ત્યારબાદ કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.
Copyright @ KVOS Jain Mahajan. All Rights Reserved
Designed & Developed By : ADDIT INFOTECH
Website Visit Count : 56661