The outline below offers a brief description of room types A wide variety of rooms available from single rooms to a Deluxe Bunglow at affordable price
Spacious 3BHK, 2BHK, 1BHK, Single Rooms available
All rooms are fitted with hot water Geyser and appropriate kitchen amenities including plates, bowls, other cutleries and gas connections.
Jain Cafeteria which serves Jain Breakfast, Lunch, Dinner
Morning Walk Area and Children's park
24hr Electric supply with Inverter
BANK NAME:- BANK OF INDIA
ACCOUNT NO:- 018820110000253
IFSC CODE:- BKID0000188
BRANCH:- LALBAUG
ACCOUNT TYPE:- CURRENT
૧) નીચેના નિયમોનો ભંગ કરનારા અને નિયમો મુજબ નહીં વર્તનાર પાસેથી આરોગ્યધામના બ્લોક તરત ખાલી કરાવવામાં આવશે. તથા ડીપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે તેમજ બીજીવાર આરોગ્યધામની જગ્યા વપરાશ માટે આપવામાં આવશે નહીં.
૨) જનસંખ્યા મર્યાદા બંગલા : ક.વી.ઓ. માટે 3 BHK (A) - ૮+૭, ૨ BHK (B) - ૬+૪, ૧ BHK (C)- ૪+૩ સિંગલ રૂમ (D) - ૨+૧ અને નોન ક.વી.ઓ. માટે પાંચ રૂમ (૮), ચાર રૂમ (૬), ત્રણ રૂમ (૪).
૩) આરોગ્યધામની જગ્યા સંસ્થાના નિયમોને આધીન રહેઠાણ તરીકે રહેવા માટે આપવામાં આવે છે.
૪) રજાચીઠ્ઠી મેળવનાર વ્યક્તિએ પોતાનો ફોટો ID Proof તેમજ રાશનકાર્ડની પહેલા અને છેલ્લા પાનાની કોપી જગ્યાનો કબ્જો લેતી વખતે આપવાનો રહેશે. રજાચીઠ્ઠી મેળવનાર સિવાયના અન્ય કુટુંબને જગ્યાનો કબ્જો અપાશે નહી તેમ જ રહેવા દેવામાં આવશે નહી. ગેરઉપયોગ કરનારની રજાચીઠ્ઠી રદ કરવામાં આવશે અને તેની ડીપોઝીટ જપ્તકરી શકાશે.
૫) અરજીપત્રકની સાથે નિયત કરેલી રકમ ડીપોઝીટ તરીકે આપવાની રહેશે. અને અરજી મંજુર થયેથી રહેવા માટેના ચાર્જની રકમ ભરી રજાચીઠ્ઠી મેળવવાની રહેશે. અરજી નામંજૂર કરવાના કારણો આપવામાં આવશે નહીં.
૬) આરોગ્યધામની જગ્યા ફકત શાકાહારીઓને જ વપરાશ માટે મળશે. માંસાહાર-મધપાન- જુગાર, ગુટકા/તંબાકુ નિષેધ છે.
૭) અરજદારે અરજીમાં પુરેપૂરી વિગતો લખવાની રહેશે અધૂરી કે ખોટી વિગતોવાળા અરજીપત્રક પર વિચારણા કરવામાં આવશે નહીં.
૮) બિમાર વ્યક્તિ રહેવા આવનાર હોય તો તેની માંદગીની પૂરી વિગતો તથા તબીબી પ્રમાણપત્ર સાથે આપવાનું રહેશે. પરંતું મગજની અસ્થિરતાવાળા કે ક્ષય, કોલેરા તથા બીજા ચેપી રોગોવાળા માણસોને રહેવા દેવામાં આવશે નહીં.
૯) બ્લોકના વપરાશ માટે મંજુર થયેલ તારીખથી નિયત કરેલ મુદતમાં ત્યાં રહેવા પહોચી જવાનું રહેશે. અન્યથા રજા ચિઠી રદ્દબાતલ થયેલી ગણવામાં આવશે. આ રજા ચિઠી બીજાના નામે ટ્રાન્સફર કરી શકાશે નહીં.
૧૦) રહેવા આવનારે બ્લોકનો કબ્જો લેતા પહેલા આરોગ્યધામના મેનેજર પાસે જરૂરી નોંધ કરાવવાની રહેશે.
૧૧) અરજીપત્રકમાં જણાવેલા નામો ઉપરાંત તે જગ્યામાં રહેવા આવનાર નામ આદિ વિગતો ફરજીયાત નોંધાવવાની રહેશે.
૧૨) આરોગ્યધામની જગ્યાનો કાયદેસરનો હક્ક તથા કબજો સંસ્થાનોઅને તેના વતી સંસ્થાના ટ્રસ્ટીઓનો તેમ જ અધિકારીઓનો રહેશે. મજકૂર જગ્યા નિયત સમય રહેવા માટે અરજદારને કે તેની સાથે રહેવા આવનારને નિયમાનુસાર નિયત સમય માટે રહેઠાણ તરીકે આપવામાં આવે છે, તેથી તે જગ્યામાં તેમના ભાડુત તરીકેના કે અન્ય કોઈપણ હક્ક પ્રાપ્ત થતા નથી અને તેવો કોઈપણ સંજોગોમાં હક્ક દાવો તેઓ કરી શકશે નહીં.
૧૩) રજા ચિઠી મળી ગયા પછી એ રદ્દ કરાવવાની હશે તો સંસ્થાના નિયમ મુજબ કપાત કરી, બાકીની રકમ પરત કરવામાં આવશે.
૧૪) આરોગ્યધામની જગ્યાનિયત સમય માટે ફકત રહેઠાણ તરીકે આપવામાં આવી છે તે સિવાય આ જગ્યાનો ઉપયોગ ધંધાકીય કે અન્ય અમાન્ય, પ્રતિબંધિત, ગેરકાનૂની કે અસામાજીક હેતુઓ માટે નથી.
૧૫) કોઈપણ વ્યક્તિ બીજાઓના નામે અરજી કરી આરોગ્યામનો લાભ લેતો જણાશે અગર અગાઉથી જેમના નામો ન નોંધાવેલા હોય તેવી વ્યક્તિઓ કોઈપણ રહેતી જણાશે તો તેમને તથા સાથે રહેનાર સઘળાને તરત જ તે જગ્યા ખાલી કરાવવામાં આવશે.
૧૬) કોઈપણ કારણસર આરોગ્યધામના સંચાલકો તરફથી રહેવા માટે મળેલી જગ્યા ખાલી કરી આપવાનું જણાવવામાં આવતા તેણે તે જગ્યા તુરંત ખાલી કરી આપવાની રહેશે. ખાલી કરવાના કારણો આપવા સંચાલકો બંધાયેલા નથી.
૧૭) બ્લોકનો કબ્જો લેતી વખતે સાથે આપવામાં આવતી દરેક નાની-મોટી વસ્તુઓની યાદી રહેવા આવનારે કર્મચારીની યાદી સાથે જોઈ, તપાસી, મેળવી તથા ગણી લેવી. જગ્યા પાછી આપતી વખતે તે બધી વસ્તુઓ પૂરેપૂરી અને મૂળ હાલતમાં સુપ્રત કરવાની રહેશે.
૧૮) રહેવા માટે આપવામાં આવેલા બ્લોકમાં તથા આરોગ્યધામના આખા સંકૂલમાં પૂરતી સ્વચ્છતા રાખવી અને માલ - મિલકતની પૂરતી કાળજીથી જાણવણી કરવી, ક્યાંય ગંદકી ગેર-ઉપયોગ કે કોઈ જાતનું નુકશાન કરવું નહીં કે ઉપરથી કચરો નીચે ફેંક્વો નહીં. જગ્યામાં ક્યાંય ખીલા વિગેરે ખોડવા નહીં તથા આપેલી ચીજોનો દુરુપયોગ કરવો નહીં.
૧૯) સુવા માટે આપવામાં આવેલા ગાદલા નીચે કંતાન પાથરવા તથા ગાદલા, તકીયા વગેરે ખોલ કે ઓછાડ વગર વાપરવા નહીં. તથા નાના બાળકો હોય તો ગાદલા ઉપર રબ્બર વિગેરે પાથરીને વપરાશ કરવો. ગાદલા વિગેરે કોઈ પણ કારણે ખરાબ થશે તો તેને ધોલાઈ ખર્ચ અને ફરીથીથનાર ભરાઈ ખર્ચ વિગેરે લેવામાં આવશે. રસોઈ, સાફસફાઈ અને ગાદલા પાથરવા વગેરે કામ રહેવાવાળાએ જાતે રવાના/કરાવવાના રહેશે. આરોગ્યધામ અથવા સંચાલકો આ કામ માટે બંધાયેલ નથી કે તે માટે કોઈપણ જાતની સગવડ કરી આપવા પણ બંધાયેલા નથી.
૨૦) આરોગ્યધામની વસ્તુઓ બહાર લઈ જવા દેવામાં આવશે નહીં.
૨૧) આરોગ્યધામમાં રહેનારા કે તેમને મળવા આવનારાઓ તરફથી અન્ય રહેનારાઓને ત્રાસરૂપ થાય તેવું વર્તન, ગેરશિસ્ત કે પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરવી નહીં.
૨૨) પાણીનો નળ તથા વિજળીનો વપરાશ જરૂરીયાત પ્રમાણે કરવો. બહાર જતી વખતે નળ તથા વિજળીનાં મેઈન સ્વીચ બંધ કરવા.ગેરઉપયોગ ન થાય તેની જવાબદારી બ્લોકમાં રહેનારની રહેશે.
૨૩) આરોગ્યધામના પરીસરમાં સાયકલ ફેરવવાની,ક્રીકેટ તથા દડાની રમત રમવાની સખત મનાઈ છે.
૨૪) કોઈપણ સામુહીક કાર્યક્રમનું આયોજન કરતા પહેલાં કાર્યાલયમાંથી સંમતી મેળવવી જરૂરી છે.
૨૫) આરોગ્યધામમાં રહેવા આવનાર પોતાના હિસાબેને જોખમે આરોગ્યધામમાં રહેશે તેમની કોઈચીજ-વસ્તુઓ ગુમાઈ જાય કે ચોરાઈ જાય કે અન્ય કોઈપણ પ્રકારે કંઈ નુકશાન કે ઈજા થાય તો તેની જવાબદારી સંસ્થાની કે તેના સંચાલકોની રહેશે નહીં.
૨૬) આરોગ્યધામમાં રહેવા આવનારને આપવામાં આવેલી જગ્યા કે સર-સમાન શિવાય આરોગ્યધામની બીજી કોઈ જગ્યા કે સર- સામાનનો ઉપયાગે કરી શકશે નહીં
૨૭) આરોગ્યધામમાં જે પ્રવૃત્તિ માટે જે નિયમો મુકરર કરેલ હશે તેનું યોગ્ય રીતે કડક પાલન કરવાનું રહેશે.
૨૮) આરોગ્યધામમાં બપોરના ૧ થી ૪ તથા રાત્રે૧૦ થી સવારના ૬ વાગ્યા સુધીનો સમય શાંતિનો સમય રહેશે અને તે સમય દરમ્યાન રમત-ગમત, રેડીયો કે અન્ય કોઈરીતે પણ ઘોંઘાટ, અવાજ કરવાની સખ્ત મનાઈ છે.
૨૯) આરોગ્યધામમાં રહેવા આવનાર વ્યક્તિને કોઈપણ જાતના પશુ-પંખીઓ સાથે લાવવા દેવામાં આવશે નહીં.
૩૦) રહેવા કે મળવા આવનાર પોતાની સાથે મોટરકાર લાવેલ હશે તો અગાઉથી પરવાનગી લઈને તથા મોટરનંબર નોંધાવીને મોટર રાખવા દેવામાં આવશે. પાર્કીંગચાર્જ :- (સંસ્થાના નિયમોને આધીન લેવામાં આવશે.)
૩૧) પોતાને રહેવા માટે મળેલ જગ્યાનો તથા આરોગ્યધામની અન્ય જગ્યાનો ઉચિત રીતે, અન્યકોઈને નડતર વિના ઉપયોગ કરવો, સમગ્ર મકાન, કમ્પાઉન્ડ, બગીચા વિગેરેમાં ક્યાંય કોઈ જાહેરાત, લખાણ કે કાગળીયા લગાડવા નહીં કે અન્ય કોઈ રીતે નુકશાન પહોંચાડવું નહીં. તેમ કરતા સફાઈનો કે કલરનો ખર્ચ તે વ્યક્તિને આપવાનો રહેશે.
૩૨) આરોગ્યધામના ટ્રસ્ટીઓ, અધિકારીઓને તપાસ માટે બ્લોકમાં પ્રવેશવાનો કોઈપણ સમયે હક્ક રહેશે અને તેનો વપરાશકારપ્રતિકારકરી શકાશે નહીં.
૩૩) ટેલીફોન વપરાશ / ઉપયોગ નિયમાધિન રહેશે.
૩૪) આરોગ્યધામ અંગે કાંઈપણ ફરિયાદ કે તકરાર હોય તો મેનેજર કે કર્મચારીઓ સાથે વાદવિવાદ ન કરતાં ફરિયાદ પોથીમાં ફરિયાદ લખવી. કોઈપણ ફરિયાદ કે વરવાંધા અંગે ટ્રસ્ટીઓ / અધિકારીઓનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશો.
૩૫) આરોગ્યધામના “બ્લોકનો કબ્જો સવારના ૯ થી સાંજના ૮ સૂધી મળશે વધારાના ગાદલા કે સર-સામાન રાતના ૮વાગ્યા સુધીજ આપવામાં આવશે.
૩૬) બ્લોક કે અન્ય કોઈપણચીજ-વસ્તુના વપરાશ માટેની મુદ્દત પૂરી થયેલી અગર અન્ય જણાવેલ કે ન જણાવેલ કારણોસર વપરાશ હક્ક રદ્દબાતલ કર્યેથી તેજ વખતે જગ્યાનો તથા મળેલ અન્ય તમામ સર-સામાનનો કબજો. મૂળ હાલતમાં- ટ્રસ્ટીઓ, અધિકારીઓ, અધિકૃત કર્મચારીઓને સોંપી દેવાનો રહેશે. જો તેમ કરવામાં રહેનાર નિષ્ફળ જશે તો. સત્તાની રૂએ યોગ્ય રીતે કબ્જો લઈ લેવામાં આવશે.
૩૭) આરોગ્યધામના રહેણાક ચાર્જની તથા અન્ય સર-સામાનના ચાર્જની તથા અન્ય સેવાઓ માટેના ચાર્જની રકમો. વખતોવખત સંચાલકો તરફથી નક્કી કરવામાં આવશે અને તે ઉપયોગ કરનારે ભરવાની રહેશે.
૩૮) બ્લોક કે રહેવા માટે લીધેલી કોઈપણ ચીજ-વસ્તુને નુકશાન થયું હશે કે તૂટફૂટ થઈ હશે કે ગુમ થયેલ હશે તો તે સંસ્થાને નક્કી કરેલ રીતે રહેનારે ભરપાઈ કરી આપવાની રહેશે તે પછી જ ડીપોઝીટની રકમ પરત કરવામાં આવશે.
૩૯) નિયમના ભંગ માટે અન્ય કારણસર બ્લોક ખાલી કરાવવા જતાં સંસ્થાને જે નુકશાની કે કાર્યવાહીનો ખર્ચ થયેલ હશે તે રહેનારે ભરપાઈ કરી આપવાનો રહેશે.
૪૦) જે અરજીપત્રક નામંજુર કરવા જેવું હશે અગર જેમને આરોગ્યધામની યુનીટ વપરાશ માટે નિયમાનુસાર નહીં આપવાનો હશે. તેમને શરત ચૂકીથી રહેવાની મંજુરી અપાઈ ગઈ હશે તો ખબરપડતા પાછળથી તે રશ્કરી બ્લોક ખાલી કરાવવામાં આવશે.
૪૧) ઉપરોક્ત નિયમોમાં ફેરફાર તથા નવાનિયમો કરવાનો મહાજનશ્રી ને/ સંસ્થાને હકક રહેશે અને તેના સર્વ નિયમો બંધનકર્તા ગણાશે.
૪૨) આરોગ્યધામમાં રાતના ૧૧-૦૦ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કોઈને પ્રવેશ આપવામાં આવશે નહી.
૪૩) ફીડબેક ફોર્મ ભરવા જરૂરી છે.
૪૫) આરોગ્યધામ આપવા માટે સમયની ગણતરી સામાન્ય રીતે નીચે મુજબ રહેશે.
મહિનોઃ ૧લી તારીખથી ૨૯/૩૦ તારીખ
૧૫ દિવસઃ ૧થી૧૪ અથવા ૧૬ થી ૨૯/૩૦ આખર તારીખ.
દૈનિક: સવારના ૮.00 થી બીજા દિવસે સવારના ૮.00 દરમ્યાનનો સમય.
Copyright @ KVOS Jain Mahajan. All Rights Reserved
Designed & Developed By : ADDIT INFOTECH
Website Visit Count : 53646